60 મિનિટમાં સોનાં-ચાંદીમાં ભારે ધરાશાયી! $1.1 ટ્રિલિયનનું નુકસાન : અચાનક શું બન્યું?

2 માર્ચની સવાર સુધી સોનાં અને ચાંદીના બજારમાં જબરદસ્ત તેજીનો માહોલ હતો. ખરીદદારો સતત સક્રિય હતા અને બજાર પૂરેપૂરું બુલિશ લાગતું હતું. પરંતુ થોડા જ કલાકોમાં પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે રોકાણકારો ચોંકી ઉઠ્યા. gold silver crash news

માત્ર 60 મિનિટમાં ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાંથી અંદાજે $1.1 ટ્રિલિયન જેટલી કિંમત ઉડી ગઈ, જેને કારણે ગ્લોબલ કમોડિટી માર્કેટમાં હલચલ મચી ગઈ.

સવારે બધું તેજીમાં… પછી અચાનક યુ-ટર્ન

2 માર્ચની સવારે લગભગ 8:26 વાગ્યે સોનાનો ભાવ લગભગ $5425 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો હતો. એ સમયે મોટાભાગના ટ્રેડર્સને લાગતું હતું કે તેજીનો ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહેશે.

પરંતુ બજાર ક્યારે પલટી ખાય તે કહેવું મુશ્કેલ હોય છે. થોડા જ સમયમાં વેચવાલીનું દબાણ વધવા લાગ્યું અને દૃશ્ય સંપૂર્ણ બદલાઈ ગયું.

લગભગ 11:06 વાગ્યે સોનું તૂટી ને $5296 પ્રતિ ઔંસ સુધી આવી ગયું. એટલે કુલ મળીને લગભગ $130 જેટલો ઘટાડો નોંધાયો. તેમાં સૌથી ચોંકાવનારી વાત એ રહી કે લગભગ $100 નો ઘટાડો માત્ર એક કલાકમાં આવી ગયો.

ચાંદીમાં પણ ભારે ધબડકો

ફક્ત સોનામાં જ નહીં, ચાંદીમાં પણ જોરદાર ઝાટકો જોવા મળ્યો. ચાંદીનો ભાવ લગભગ 7% તૂટી ને $88 પ્રતિ ઔંસ નજીક આવી ગયો.

આ ઝડપી ઘટાડાએ વિશ્વભરના રોકાણકારોમાં ગભરાટ ફેલાવ્યો. ઘણા ટ્રેડર્સે પોઝિશન કાપી નાખી અને બજારમાં અચાનક વોલેટિલિટી વધી ગઈ.

છતાં પછી ફરી સંભળી ગયું બજાર

આ આખી ઘટના પછી બજારે ફરી થોડી સ્થિરતા બતાવી. 3 માર્ચની સવારે સોનાના ભાવમાં લગભગ 1% નો ઉછાળો આવ્યો અને ભાવ ફરીથી $5400 પ્રતિ ઔંસ આસપાસ પહોંચી ગયો.

એનો અર્થ એ થયો કે બજારમાં હજુ પણ અનિશ્ચિતતા છે અને તેજી-મંદી બંને ઝડપથી આવી શકે છે.

અચાનક આવી પડેલી આ ગિરાવટ પાછળ શું કારણ?

બજારમાં આવી ઝડપભરી ગિરાવટ સામાન્ય રીતે કેટલાક કારણોથી આવે છે. તેમાં મુખ્યત્વે મોટા ટ્રેડર્સ દ્વારા પ્રોફિટ બુકિંગ, ડોલરની મજબૂતી, બોન્ડ યીલ્ડમાં ફેરફાર અથવા ટેકનિકલ સેલિંગ સામેલ હોઈ શકે છે.

જ્યારે બજાર લાંબા સમય સુધી સતત ચડે છે, ત્યારે ઘણા મોટા ખેલાડીઓ નફો બુક કરવા માટે એકસાથે વેચવાલી કરે છે. એ સમયે લિક્વિડિટી વધે અને સ્ટોપ-લોસ ટ્રિગર થાય, તો ગિરાવટ વધુ તેજ બની જાય છે.

Leave a Comment